મોરબીના પાડા પુલ પરથી નીચે પટકાતા પ્રૌઢનું મોત
મોરબી: મોરબીના પાડા પુલ પરથી નીચે પટકાતા પ્રૌઢનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ જગદીશભાઇ મેઘજીભાઇ ચાવડા ઉ.વ ૫૬ રહે બગથળા તા.જી મોરબીવાળાનુ મોરબીના સામા કાંઠે આવેલ પાડા પુલ ઉપરથી નીચે પડી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવીજન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.