Thursday, September 19, 2024

મોરબીનાં વધુ એક વેપારી સાથે ઠગાઈ: 24 લાખ થી વધુનો ચૂનો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી જીલ્લામાં છેતરપીંડીના કિસ્સાઓ દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે ત્યારે વધુ એક છેતરપીંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીના વેપારીને ફોન પર EZ CHARGE સર્વિસ સ્ટેશનની ડિલરશીપ આપવાની ખાતરી આપી ફરીયાદી પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ મેળવી અલગ અલગ બેન્ક એકાઉન્ટમા રૂપિયા નખાવી કુલ રૂ.૨૪,૬૭૦૦૦ ની વેપારી સાથે ઠગાઈ કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના હરીહરનગર રવાપર રોડ પર રહેતા અને વેપાર કરતા દર્શનભાઈ કીરીટભાઇ શાહ (ઉ.વ.૨૭) એ આરોપી (૧) મોબાઇલ નંબર ૮૬૫૩૪૯૫૨૫૫ ટોલફ્રી નં. અઢારસો ત્યાસી ત્રણસો બાવીસ તેત્રીસ તથા સીઆઇએનયુએન શુન્ય દસ અઢાર એમએચ બસો બે પીએલસી તેત્રીસ બસો અડસઠ ધરાવનાર ઓથોરાઇડ વ્યક્તિ તથા વપરાશ કર્તાવ્યક્તી (ર) રવિકુમાર મો.નં. ૯૦૮૮૧૨૨૯૮૬ (૩) ટોલફ્રી નંબર ૧૮૦૦૮૩૩૨૨૩૩ તથા CIN UN01018 MH 202PLC33268 ધરાવનાર ઓથોરાઇડ વ્યક્તિ તથા વપરાશ કર્તા વ્યક્તિ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આ ટાટા પાવર લીમીટેડ કંપનીના વપરાશ કર્તા તેમજ ધારણકર્તા તરીકે જણાવેલ નંબર ટોલ ફ્રી નંબર -૧૮૦૦૮૩૩૨૨૩૩ ઉપર સંપર્ક કરી તેના માધ્યમથી આરોપી નંબર (૧)ના મોબાઇલ ધારકનાએ પોતે ટાટા પાવર કંપનીના એમ્પ્લોય તરીકેની ઓળખ આપી ફરીયાદીને EZ CHARGE સર્વિસ સ્ટેશનની ડીલરશીપ માટે આરોપી રવિકુમારના મોબાઇલ નં – ૯૦૮૮૧૨૨૯૮૬ વાળાએ ફરીયાદીનો સંપર્ક કરી પોતે ટાટા પાવર કંપનીના સીનીયર એમ્પ્લોય તરીકેની ઓળખ આપી EZ CHARGE સર્વિસ સ્ટેશનની ડીલરશીપ આપાવવાની ખાતરી અને વિશ્વાસ આપી ફરીયાદી પાસેથી જરૂરી ડોકયુમેન્ટ મેળવી અલગ અલગ બેંક એકાઉન્ટ આપી રૂપીયા જમા કરાવવા અંગેના ઇમેઇલ મારફતે ટાટા પાવર કંપની લીમીટેડના બેંક એકાઉન્ટ નંબર તથા રૂપીયાની વિગત મોકલી ફરીયાદીને જણાવેલ ખાતામાં રૂપીયા જમા કરાવવાનુ કહી ફરીયાદીએ આરોપી રવીકુમારના જણાવ્યા મુજબ અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ રૂપીયા ૨૪૬૭૦૦૦/- જમા કરાવી ફરીયાદીને EZ CHARGE સર્વિસ સ્ટેશનની ડીલરશીપ અપાવવા બાબતે આરોપી નંબર(૧)(ર)(૩)ના ધારણકર્તા તથા વપરાશકર્તાઓએ યેનકેન રીતે ફરીયાદીને વિશ્વાસમાં રાખી ફરીયાદી સાથે ઠગાઇ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર