મોરબીના જુના ઘુંટુ રોડ પર યુવક પર ચાર શખ્સોનો હુમલો
મોરબી: મોરબી તાલુકાના જુના ઘુંટુ રોડ શગુન સીરામીક કારખાનાની સામે રોડ ઉપર પૈસાની લેતીદેતી બાબતે એક શખ્સે યુવકને ઉભો રાખી યુવકને તેના મિત્ર સાથે રૂપિયાની લેતી દેતી બાબતે મનદુઃખ હોય જેનો ખાર રાખી યુવક કામથી જતા હોય ત્યારે આરોપીઓએ કારમાં લાકડી, કુહાડી લઇ આવી યુવકને તેના મિત્રને રૂપીયા આપી દેવાનુ કહી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ગામે ઓરીયેન્ટલ બેંકવાળી શેરીમાં રહેતા ઉમેશભાઇ દીનેશભાઈ સનુરા ઉ.વ.૨૩ વાળાએ આરોપી મહાદેવભાઈ કોળી રહે. રાયધ્રા, રમેશભાઈ, વિષ્ણુભાઈ, પલ્લાભાઈ રહે. રાયધ્રાવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૭-૧૨-૨૦૨૩ ના રોજ રાત્રીના આશરે સાડા અગિયાર વાગ્યે આરોપી મહાદેવભાઈને ફરીયાદીના મિત્ર ધર્મેશભાઇ મેરની સાથે રૂપિયાની લેતીદેતી બાબતે મનદુઃખ હોય જેનો ખાર રાખીને ફરીયાદી કામ સબબ જતા હોય ત્યારે રસ્તામા આરોપીઓ પોતાની ફોરવીલ કાર નં-જીજે- ૧૩-એન-૩૪૪૪ વાળીમા આવીને આરોપી મહાદેવભાઈએ હાથમા કુહાડી તથા આરોપી રમેશભાઈ, વિષ્ણુભાઈ, પલ્લાભાઈએ લાકડી વડે નીચે ઉતરીને ફરીયાદીને તેના મિત્ર ધર્મેશને રૂપિયા આપી દેવા જણાવીને બેફામ ગાળો આપતા ફરીયાદીએ ગાળો દેવાની ના પાડતા આરોપીઓ એકમદ ઉશ્કેરાઇને આરોપી મહાદેવભાઈ એ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપીને આરોપી મહાદેવભાઈએ કુહાડી મારેલ હોય જેમા ફરીયાદીને ડાબા કાનની નીચે ટાંકા જેવી ઇજા પહોચાડી તથા આરોપી રમેશભાઈ, વિષ્ણુભાઈ તથા પલ્લાભાઈએ લાકડી દેખાડીને નાશી ગયા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.