Tuesday, September 17, 2024

મોરબીના વૃદ્ધાશ્રમ તેમજ બી.આર.સી.ભવન ખાતે દિવ્યાંગ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

દિવ્યાંગ મતદારોને PWD APP તથા Voter Helpline અંગે જાગૃત કરાયા

મોરબી જિલ્લામાં PWD અંતર્ગત કાઠીયાવાડ નિરાશ્રિત સંચાલિત વૃદ્ધાશ્રમ મોરબી તેમજ બી.આર.સી.ભવન મોરબી ખાતે દિવ્યાંગ મતદાન જાગૃતિ કાર્યક્રમ(SVEEP) કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી એસ.એમ.કાથડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, લોકશાહીમાં એક એક મતનું આગવું મહત્વ છે. દિવ્યાંગ મતદારોને પણ તેમના અમૂલ્ય મતનું મહત્વ સમજાવી મતદાન કરવા તેમણે પ્રેત્સાહિત કર્યા હતા તથા મતદાર યાદીમાં નામ નોંધાવવા તેમજ સુધારા વધારા માટે પણ અપીલ કરી હતી. આ તકે મતદાર યાદી સંબંધિત ફોર્મ નંબર ૬, ફોર્મ નંબર ૬(B), ફોર્મ ૮ વગેરે ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. ઉપરાંત PWD APP તથા Voter Helpline અંગે દિવ્યાંગ મતદારોને જાગૃત કરવામાં આવ્યા હતા તેમજ PWD APP પણ ડાઉનલોડ કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વૃદ્ધાશ્રમના ૪૩ અંતેવાસી તેમજ ૩૫ દિવ્યાંગ લાભાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

મતદાન જાગૃતિ અંગેના આ કાર્યક્રમમાં PWD નોડલ તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એ.એફ.પિપલીયા તેમજ ૬૫ મોરબી વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, મોરબીના નાયબ મામલતદારશ્રી જી.એસ.જાડેજા તેમજ બી.એલ.ઓ. વગેરેએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર