Thursday, April 24, 2025

મોરબીના જુના બસ સ્ટેન્ડમાથી મોબાઇલ ચોરને ઝડપી પાડતી એ ડીવીઝન પોલીસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમા મોબાઈલ ચોરી કરનાર ઈસમને જુના બસ સ્ટેન્ડ ખાતેથી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી શહેરમાં લગાવેલ નેત્રમ સી.સી.ટીવી. કેમેરા તેમજ હ્યુમન સોર્સીસ થી બાતમીદારો આધારે એક ઇસમ જુનાબસસ્ટેન્ડ મા શંકાસ્પદ હાલતમા ચોરી કરવાના ઇરાદે ફરતો હોવાની પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે મોરબી શનાળા રોડ સમર્પણ હોસ્પીટલના પગથીયા ઉતરતા સમયે ફરીયાદી દેવરાજભાઇ ચતુરભાઇ નદેહારીયા રહે. રાતાભેર તા.હળવદવાળાના ખીસ્સામાથી મોબાઇલ ચોરી થયેલ હોય અને જેતે સમયે બનાવ સી.સી.ટી.વી મા કેદ થયેલ હોય અને તેજ ઇસમ મોરબી જુના બસ સ્ટેન્ડમા હોવાની બાતમીના આધારે આરોપી રોહીતભાઇ શત્રુભાઇ રામજીભાઇ મકવાણા (ઉ.વ.૨૨) રહે.ગોડલ તાલુકા પંચાયત જી. રાજકોટવાળાને પકડી પાડી ઇસમની પુછપરછ કરતા તેને આ મોબાઇલ ચોરી કરેલાની કબુલાત આપતો હોય અને મોબાઇલ કોઇ અજાણ્યા ઇસમને વેચી નાખેલ ની કબુલાત આપતો હોય જેથી આરોપીને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર