મોરબીના જૂના સાદુળકા ગામની સીમમાં કાચા રસ્તે જતા યુવાનને ચાર શખ્સોએ માર માર્યો
મોરબી: મોરબી તાલુકાના જુના સાદુળકા ગામની સીમમાં લક્ષ્મીનગરથી આગળ ડમ્પર ચાલક યુવક ડમ્પર લઈને કારખાના તરફ જતો હોય ત્યારે કાચા રસ્તે ચાલતા આરોપીઓને ન ગમતા યુવકને ચાર શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના જૂના સાદુળકા ગામે રહેતા મોહનસિંહ ઉર્ફે અટુભા ઝાલા (ઉ.વ.૨૬) એ આરોપી હંસરાજભાઇ તેજાભાઇ પાંચોટીયા, કપીલ હંસરાજભાઇ પાંચોટીયા, સત્યમ હંસરાજભાઇ પાંચોટીયા તથા હરખજીભાઈ રાજકોટીયા રહે. બધાં લક્ષ્મીનગર ગામ તા. જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૧-૦૬-૨૦૨૪ ના રોજ સવારના સાડા નવેક વાગ્યાના અરસામાં ફરીયાદીનું બાર વ્હીલ વાળુ ટાટા કમ્પનીનું ડમ્પર રજીસ્ટર નંબર GJ-36-X-7245 મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડથી ફોનીક કલર કારખાના તરફ જતા કાચા રસ્તે ગયેલ હોય જે આરોપી હંસરાજભાઇને ગમેલ ન હોય જેથી આ ચારેય આરોપીઓએ ફરીયાદિને જેમ-ફાવે તેમ ગાળો આપી ઢીંકા-પાટુનો મુંઢમાર મારી ડાબા હાથની ટચલી આંગળીની બાજુવાળી આંગળીમાં ફ્રેકચર કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર મોહનસિંહએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૩૨૫, ૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.