મોરબીના જુના ઘુંટુ રોડ પર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત; એક ઇજાગ્રસ્ત
મોરબીના જુના ઘુંટુ રોડ સિમ્પોલો સિરામિક સામે વોંકળાના નાલા ઉપર રોડ પર ટ્રકે બાઇકને હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શનાળા રોડ ઉમીયા સર્કલ પાસે ભેખડની વાડીમાં રહેતા મનસુખભાઇ કાનજીભાઇ પરમારે આરોપી ટ્રક રજીસ્ટર નંબર- આર.જે-૦૧-જી.બી-૮૯૧૯ વાળા ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિના મોટા ભાઈ દેવજીભાઈ તથા ફરીયાદીનો દિકરો પ્રકાશ એમ બન્ને તેમનુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઈકલ રજીસ્ટર નં. GJ-36-D-8186 વાળુ લઈ મોરબી રણછોડનગર અમૃત પાર્ક સોસાયટી થી ઘુટું રોડ રામનગરી સોસાયટી ખાતે જતા હતા ત્યારે મોરબી જુના ઘુંટુ રોડ સિમ્પોલો સિરામીક સામે વોકળાના નાલા ઉપર પહોંચતા ટ્રક ટેઈલર રજીસ્ટર નંબર RJ-01-GB-8919 ના ચાલક આરોપીએ પોતાના હવાવાવાળુ ટ્રક ટેઈલર પુરઝડપે ચલાવી ફરીયાદીના ભાઈના મોટરસાયકલ સાથે એકસીડન્ટ કરી ફરીયાદિના દિકરાને જમણા પગના ઘુંટણે ઇજા કરી તથા ફરીયાદિના મોટાભાઈ દેવજીભાઈ જોટા નીચે આવી જતા ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નીપજયું હતું જેથી આ બનાવ અંગે મૃતકના ભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.