મોરબીના નીચી માંડલ ગામે પવનચક્કીમાથી કેબલ ચોરીનો પ્રયાસ: બે શખ્સો વિરુદ્ધ ફરીયાદ
મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં કાલીકાનગર જવાના રસ્તે માઇક્રો પાછળ લગાવેલ પવનચક્કીનો લોક તોડી અંદરનો કેબલ ચોરી કરવાની કોશિષ કરનાર બે ઈસમો વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ રાજકોટ યુનિવર્સિટી રોડ પર અર્ચના પાર્ક શેરી નં -૦૬ માં રહેતા અઝરૂદ્દીન માનજીભાઈ પરમાર (ઉ.વ.૩૮) એ આરોપી સી.સી.ટી.વી. ફુટેજમાં દેખાતા બે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને સીમેન્સ ગામેશા લીમીટેડ કંપનીએ લગાવેલ પવનચકકીની પ્રોપર્ટીની દેખરેખ કરવા ઓર્થોરાઈઝ કરેલ જે પવનચકકીમાં આરોપીઓએ ઉપર જવા માટે રાખેલ દરવાજાનો લોક તોડી પવનચકકીની અંદરનો કેબલ ચોરી કરવાના ઇરાદે તોડવાની કોશીષ કરનાર બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.