મોરબીના નીચી માંડલ ગામે ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત
મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ગામે સીમપેરા સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ઉમેશ રામપાલસિહ ઉર્ફે આપજી યાદવ, ઉ.વ-૪૨, રહે-સીમપેરા સિરામીકના લેબર ક્વાર્ટરમા, નીચી માંડલ ગામ, તા.જિ-મોરબી મુળ ગામ-સાહપુર, તા-જાખાઇ, જિ-ફિરાઝાબાદ (ઉત્તરપ્રદેશ) વાળાના ભાઇ વતનમા હોય જેઓ સાથે તા-૨૨/૦૪/૨૦૨૪ ના રોજ તેના ભાઇને ફોન કરીને વાતચીત કરતા સામાન્ય બોલાચાલી થયેલ હોય જે બાબતે મનમા લાગી આવતા ગત તા-૨૩/૦૪/૨૦૨૪ ના રોજ કોઇ પણ સમયે પોતાની જાતે ગળે ફાસો ખાઇ લેતા ઉમેશ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.