મોરબીના નવા જામ્બુડીયા ગામની સીમમાં તળાવમાં ડૂબી જતાં યુવકનું મોત
મોરબી: મોરબી તાલુકાના નવા જામ્બુડીયા ગામની સીમમાં હરદેવસિંહ નીતુભા જાડેજાની વાડી પાસે તળાવમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવા જામ્બુડીયા ગામની સીમમાં હરદેવસિંહ નીતુભા જાડેજાની વાડી પાસે તળાવમાં ડૂબી જતાં તુકાઈ ઉર્ફે ટોકિયો (ઉ.વ.૩૫-૪૦) રહે. રફાળેશ્વર ગામ નજીક જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ જીયોગ્રેસ સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં તા.જી. મોરબીવાળાનુ તળાવમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.