મોરબીના નવલખી રોડ પરથી વિદેશી દારૂની બે બાટલી સાથે એક ઝડપાયો
મોરબી: મોરબી નવલખી રોડ લાયન્સ સ્કુલ પાસે રોડ ઉપર કારમાંથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડીવીજનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન બાતમી મળેલ કે મોરબીના નવલખી રોડ પર કારમા દારૂની હેરાફેરી થઈ રહી છે જેના આધારે રેઇડ કરતા મોરબીના નવલખી રોડ લાયન્સ સ્કુલ પાસે રોડ ઉપર આરોપી હસમુખભાઈ ઉર્ફે હિતેશભાઈ મકવાણા (ઉ.વ.૩૪) રહે. અમરાપર (ટોળ) તા. ટંકારાવાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળી એક્ષ.યુ.વી ૩૦૦ કાર રજીસ્ટર નંબર -જીજે-૧૦-ડીએન-૦૩૧૬ વાળીમાથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ.૬૦૦ તથા કાર કિં રૂ.૫,૦૦, ૦૦૦ મળિ કુલ કિં રૂ.૫,૦૦,૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.