મોરબીના નવાડેલા રોડ પર યુવકને ત્રણ શખ્સોએ ધોકા વડે ફટકાર્યો
મોરબીમાં રહેતા યુવકે અગાઉ આરોપી પાસેથી રૂપિયા લીધેલ હોય જે બાબતે પોલીસમાં અરજી કરેલ હોય અને ત્યારે સમાધાન થઈ ગયેલ હોય તે બાબતે ખાર રાખી આરોપીઓએ યુવકને ગાળો આપી ધોકા વડે મારમાર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર સત્યમ પાનવાળી શેરી વિશ્વકર્મા પાર્ક બ્લોક નં -૦૮મા રહેતા મિથુનભાઈ મોહનભાઈ કુંઢનાણી (ઉ.વ.૩૯) એ આરોપી ચિરાગભાઇ ઉર્ફે જીગો વિનોદભાઈ ખખ્ખર, કાનાભાઇ વિનોદભાઈ ખખ્ખર, જયરાજભાઈ કાનાભાઈ રહે. તમામ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ અગાઉ આરોપી ચિરાગભાઈ પાસેથી રૂપીયા લીધેલ હોય જે બાબતે અગાઉ પોલીસમા અરજી કરેલ હોય અને ત્યારે તેમને સમાધાન થઇ ગયેલ હોય આ બાબતેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદી સાથે મોરબીના નવાડેલા રોડ પર બોલાચાલી કરી ફરીયાદિને ગાળો આપેલ અને ફરીયાદિએ ગાળો આપવાની ના પાડતા આરોપીઓએ લાકડાનાધોકા વતી તથા ઢીકાપાટુનો ફરીયાદિને મારમારી શરીરે ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.