મોરબીના નાની વાવડી રોડ પર છોટા હાથીએ હડફેટે લેતા બાઈક સવારનુ મોત
મોરબી: મોરબીના નાની વાવડી રોડ પર નાયરા પેટ્રોલપંપ પાસે રોડ ઉપર છોટા હાથી ગાડીએ બાઈકને હડફેટે લેતા બાઈક સવાર યુવાનનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની અને હાલ ટંકારા લતીપર રોડ પર સલોગન વેલા સોસાયટીમાં રહેતા ઉમેદસિંહ લક્ષ્મણસિંહ ભાટી (ઉ.વ.૩૦) એ આરોપી છોટા હાથી ટાટા કંપનીની ગાડી રજીસ્ટર નંબર -જીજે-૩૬-વી-૦૯૧૩ ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલા વાળીએક છોટા હાથી ટાટા કંપની બ્લ્યુ કલર જેના રજીસ્ટર નં-જીજે-૩૬-વી-૦૯૭૩વાળીએ પુર ઝડપે અને ગફલત ભરી રીતે બેદરકારીથી મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવીલાવી ફરીયાદીના પિતરાઈ ભાઈ રાજેન્દ્રસિંહના મોટર સાયકલ રજી.નં-RJ-21-DS-5721ની સાથે છોટા હાથી વાહન ચાલકે ટક્કર મારી નિચેપછાડી દઈ ફરીયાદીના પિતરાઈ ભાઈ રાજેંદ્રસિંહને માથાના પાછળના ભાગે તથા છાતીના ભાગે જમણી સાઈડે ગંભીર ઈજા પહોંચતા ફરીયાદીના પિતરાઈ ભાઈ રાજેન્દ્રસિંહનુ મોત નિપજ્યું હતું જ્યારે આરોપી પોતાના કબ્જા વાળુ વાહન સ્થળ ઉપર છોડી દઈ નાશી ગયો હતો. આ બનાવ અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.