મોરબીના નાની વાવડી ગામની સીમમાં એક ઈસમે મહિલાને જબરદસ્તી ઝેરી દવા પાઈ હત્યા નિપજાવી હોવાની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી તાલુકાના નાની વાવડી થી બગથળા વચ્ચે હનુમાનજીના મંદિર પાસે નાની વાવડી ગામની સીમમાં એક ઈસમને મહિલા સાથે કોઈ મનદુઃખ થતા આરોપીએ મહિલાને ધરારથી ઝેરી દવા પાઈ શરીરે કોઈ જ્વલનશીલ પ્રવાહી છાટી કોઈ રીતે સળગાવી દઈ હત્યા નિપજાવી હતી. જેથી આ બનાવ અંગે ભોગ મૃતકના મહિલાના પતિએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે ભડીયાદ રોડ પર જંગલેશ્વર મંદિરની બાજુમાં રહેતા દેવજીભાઈ પ્રવિણભાઇ પરમાર (ઉ.વ.૨૯) એ આરોપી જ્યોતિન્દ્ર રજનીકાંત નાગર રહે. ભડીયાદ વાડી વિસ્તાર મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૧-૦૨-૨૦૨૩ ના રોજ આરોપી જયોતિન્દ્ર રજનીકાંત નાગર રહે. ભડીયાદ વાડી વિસ્તાર, તા.મોરબી વાળો, ફરીયાદીના પત્નિ સંગીતાબેન અનુસુચિત જાતિના હોવાનુ જાણવા છતા ફરીયાદીના પત્નિ સાથે કોઇ મનદુખ થતા, ફરીયાદીના પત્નિ સંગીતાબેનને ધરારથી કોઇ ઝેરી દવા પાઇ, શરીરે કોઇ જવલનશીલ પ્રવાહી છાટી, કોઇ રીતે સળગાવી દઇ મારી નાખી હત્યા કરી હતી. જથી આ બનાવ અંગે ભોગ બનનાર મૃતકના પતિ દેવજીભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૦૨,૩૨૮ તથા એટ્રોસીટી એક્ટ ની કલમ – ૩(૨)(૫) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.