મોરબીના નાની વાવડી ગામે બોથડ પદાર્થ વડે ઘા મારી યુવકની હત્યા નિપજાવનાર બે શખ્સોએ વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબી તાલુકાના નાની વાવડી ગામે રહેતા યુવકે આરોપીઓ પાસેથી ઉછીના પૈસા લીધેલ હોય જે સમયસર ન આપતા બે શખ્સોએ યુવકને બોથડ પદાર્થ વડે મારમારી ગંભીર ઈજા પહોંચાડી યુવકની હત્યા કરી હોવાથી બે શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાની વાવડી ગામે રહેતા ભાણજીભાઈ મોતીભાઈ મકવાણા (ઉ.વ.૭૫) એ આરોપી હેમંત પ્રેમજીભાઈ સોલંકી રહે. નાની વાવડી તથા ગૌતમભાઈ હીરાભાઈ ઉભડીયા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના દીકરા દીપક પાસે આરોપીઓ પૈસા માંગતા હોય પરંતુ ફરીયાદીના પરીવારમાં કોઇ કમાવવા વાળુ ન હોય જેથી ફરીયાદી નો દીકર આરોપીઓને ઉછીના લીધેલ પૈસા સમયસર પરત આપી શકેલ નહી જેથી આરોપી હેમંત પ્રેમજીભાઇ સોલંકી તથા ગૌતમભાઇ હીરાભાઇ ઉભડીયા બંને ભેગા મળી ફરીયાદીના દીકરાના મોબાઇલમાંથી ફરીયાદીને પૈસા બાબતે ફોન કરી ફરીયાદીના દીકરા દીપકને મારમારી માથા ભાગે તેમજ શરીરેના ભાગે બોથડ પદાર્થ વડે ઘા મારી ગંભીર ઇજા કરી મોત નિપજાવ્યું હતુ. આ બનાવ અંગે મૃતકના પિતાએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.