મોરબીના નાનાભેલા સંપ નીચે આવતા ગામોને નિયમિત પુરા ફોર્સ સાથે પાણી આપવા માંગ
મોરબીના પીપળીયા ચાર રસ્તાથી નાનાભેલા સંપ નીચે આવતા ગામોમાં પાણી અપૂરતું તેમજ અનિયમિત અને અપૂરતા ફોર્સથી આવતુ હોય જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો જેથી આ વિસ્તારના લોકોને પીવાનું પાણી નીયમીત ફોર્સથી આપવા કાંતીલાલ બાવરવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી માંગ કરી છે.
રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોટાભેલાના જાગૃત આગેવાન મુળુભાઈ ગોહેલ દ્વારા ફરિયાદ કરી છે કે પીપળીયા ચાર રસ્તા સંપ હેઠળ આવતા નાના ભેલા સંપ ગ્રુપના ગામોમાં પીવાનું પાણી – અનિયમિત અપૂરતું, ફોર્સ વગર આવે છે. જો ઉનાળો નથી આવ્યો ત્યાજ આવી સ્થિતિ છે. તો ઉનાળા માં શું. થશે? સરકારી તંત્ર સરકારી કોન્ટ્રાકટર ક્યારે આવતા નથી અને લોકોને ભગવાન ભરોસો મુકેલ છે. તો બીજી બાજુ મચ્છુ – ૨ કેનાલનું પાણી ખુબજ મોટી માત્રામાં હોકળાઓમાં વહી રહ્યું છે. પાણીનો બગાડ થઇ રહ્યો છે. પરંતુ લોકોને પીવા માટે પાણી મળતું નથી આવો કારોબાર સરકારી તંત્રનો છે.
જેથી આના માટે લગત ડીપાર્ટમેન્ટને આપના દ્વારા યોગ્ય આદેશો આપી આ વિસ્તાર ના લોકોને પીવાનું પાણી પુરતું અને નિયમિત પુરા ફોર્સથી મળે તેવુ યોગ્ય કરવામાં આવે જો આવું કરવામાં નહિ આવે તો ગ્રામજનોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.