મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન નજીક ટ્રેન હડફેટે ચડી જતા યુવકનું મોત
મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન થી ભડીયાદ તરફના આગળ રેલવે ટ્રેક પર ટ્રેને હડફેટે લેતા યુવકનું મોત નિપજ્યું.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે સો ઓરડી વિસ્તારમાં રામાપીરના મંદિર પાસે રહેતા વિજયભાઈ લાલજીભાઇ સોલંકી (ઉ.વ.૩૭) નામના યુવક મોરબીના નઝરબાગ રેલ્વે સ્ટેશન આગળ રેલ્વે ટ્રેક ઉપર પસાર થતી ટ્રેન ની હડફેટે આવતા શરીરે ઇજા થતા પ્રથમ સારવાર મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઇ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડતા ચાલુ સારવાર દરમ્યાન યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.