મોરબી: મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટીયા નજીક રામદેવ હોટેલની સામે રોડ ઉપર ટ્રકનું વ્હીલ નીકળી એક્ટીવા સાથે અથડાતા એક્ટીવા સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈએ આરોપી અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે રહેતા નિમેશભાઈ ખીમજીભાઇ વડગામા (ઉ.વ.૩૬) એ આરોપી અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૧૦-૨૦૨૨ ના રોજ બપોરના સાડા બારેક વાગ્યાના અરસામાં ફરીયાદીના ભાઇ કૈાશીકભાઇ ખીમજીભાઇ વડગામા ઉ.વ.૩૮ વાળાના એકટીવા મોટરસાયકલ રજીસ્ટર નંબર GJ-36-N-3020 વાળુ લઇને વાધરવા ગામથી ઘરે આવતો હતો અને મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટીયા નજીક રામદેવ હોટલની સામે પહોચતા સામેના મોરબીથી માળીયા તરફના રોડ ઉપર કોઇ અજાણ્યા ટ્રક ચાલક પોતાનો ટ્રક પુરઝડપે અને બેદરકારીથી ચલાવતા તેના ટ્રકનુ વ્હીલ નીકળી જતા ફરીયાદીના ભાઇના એક્ટીવા સાથે વ્હીલ અથડાતા તેને જમણા પગમા તથા માથામા ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનો ટ્રક લઇને નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઈએ આરોપી અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મોરબી શહેરમાં આવેલ હેવી ટ્રાન્સમીટરની ફરતે લોખંડની ગ્રીલ લગાવવામાં આવે અને ખુલ્લી ફ્યુઝ પેટીમાં ઢાંકણા લગાવવામાં આવે જેથી કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે મોરબી શહેર પીજીવીસીએલના ડેપ્યુટી ઈજનેરને મોરબી શહેર કોંગ્રેસ સંગઠન મંત્રી દ્વારા લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી શહેર કોંગ્રેસ સંગઠન મંત્રી સુરપાલસિંહ જાડેજા દ્વારા...
મોરબી: સમગ્ર દેશ તેમજ રાજ્યમાં ત્રણ દિવસ પહેલા ૨૬ જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે મોરબી નવા બસ સ્ટેન્ડમા રાષ્ટ્રધ્વજની ગરીમા ન જાળવી રાષ્ટ્રધ્વજ કચરા પેટીમાં ફેંકી દઈ રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું.
ગણતંત્ર દિવસના અવસર પર દરેક વ્યક્તિએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને જશ્ન મનાવ્યો હતો. કોઈએ ઘરની છત પર ધ્વજ...
ગુજરાતની મહાનગર પાલિકાઓમાં ભરતી પ્રક્રિયાને લઈને સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્યમાં જાહેર કરાયેલી નવી મહાનગર પાલિકાઓમાં ક્લાસ 1 અને 2ના પદ પર ભરતી કરવાને લઈને સરકારે મંજૂરી આપી છે. ભરતી પ્રક્રિયા GPSC દ્વારા હાથ ધરવામાં આવશે. સમગ્ર મામલે GPSCના ચેરમેન હસમુખ પટેલે પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે.
ગુજરાતમાં...