મોરબીના મોડપર ગામની સીમમાંથી હથીયાર સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી તાલુકાના મોડપર ગામની સીમમાં મહાદેવના મંદિર આગળ જામનગર માળીયા (મિં) હાઇવેની ગોલાઇ ઉપરથી એક ઇસમને હાથ બનાવટનો કટ્ટો હથિયાર સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને સંયુકતરાહે બાતમી મળેલ કે, મોરબી તાલુકાના મોડપર ગામની સીમમાં મહાદેવના મંદિર આગળ જામનગર માળીયા (મિં) હાઇવેની ગોલાઇ ઉપર એક ઇસમ હથિયાર સાથે શંકાસ્પદ હાલતમાં ઉભેલ છે જે મળેલ ખાનગી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ જઇ રેઇડ કરતા એક ઇસમ દેશી હાથ બનાવટનો કટ્ટો હથિયાર નંગ-૦૧ કિં.રૂ.૨,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી યુનિશભાઇ જુસબભાઇ સુમરા (ઉ.વ.૪૯) રહે-સુમરા સોસાયટી રોહીદાસ પરાની પાછળ, મોરબીવાળાને પકડી પાડી આર્મ્સ એકટ હેઠળ ગન્હો રજીસ્ટર કરી આગળની તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.પી.જાડેજાનાઓ ચલાવી રહેલ છે.