મોરબીના મયુર બ્રીજ નજીકથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો
મોરબી: મોરબીના મયુર બ્રીજ ઉપર ટ્રકે કબુતરને ચણ નાખવાના ચોકમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો હતો.
મળતી માહિતી મુજબ મોરબીના મયુર બ્રીજ ઉપર ટ્રકે કબુતરને ચણ નાખવાના ચોકમાંથી અજાણ્યા પુરૂષ ઉંમર આશરે ૪૦ વર્ષ વાળા કોઈ અજાણ્યા પુરૂષની લાશ કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.