મોરબીના માનસર – વનાળિયા ગામે હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરમાં CHOની ભરતી કરવા માંગ કરાઈ
મોરબી: મોરબી તાલુકાના માનસર વનાળિયા ગામે હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરમાં CHOની ભરતી કરવા માનસર અને વનાળિયા ગ્રામ પંચાયત દ્વારા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીને અને મોરબી જીલ્લા પંચાયતને લેખિત રજૂઆત કરી છે.
મોરબી તાલુકાના માનસર અને વનાળિયા ગ્રામ પંચાયત દ્વારા મોરબી જીલ્લા પંચાયત અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી તાલુકાના માનસર ગામે હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરમાં સી.એચ.ઓ ની જગ્યા ખાલી છે તેમજ માનસર ગામ સેન્ટરનુ ગામ છે અને ગામમાં મોટા પ્રમાણમાં પરપ્રાંતીય લોકો મજુરી અર્થે આવેલ છે અને ગામની વસ્તી અંદાજીત ૧૬૦૦ જેટલી છે. ત્યારે આરોગ્યની સેવાઓ સમયસર મેળવવામાં મુશ્કેલી સર્જાય તેથી આ જગ્યા સતવારે ભરવામાં આવે તો આસપાસ ગામના લોકો તેમજ પરપ્રાંતીય લોકોને ગામમાં જ આરોગ્ય લક્ષી સુવિધાઓ સમયસર મળી રહે તેથી તાત્કાલિક ધોરણે માનસર ગામે આવેલ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરમાં સી. એચ.ઓની જગ્યા ભરવા માનસર અને વનાળિયા ગ્રામ પંચાયત દ્વારા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી અને મોરબી જીલ્લા પંચાયતને લેખિત રજૂઆત કરી છે.