Saturday, September 21, 2024

મોરબીના માનવ અઘારાની અન્ડર ૧૯ માંકડ ટ્રોફી માટે પસંદગી, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોની સ્ટેટ ટીમ તરફથી રમવા જશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી ડીસ્ટ્રીકટ એસોના માનવ અઘારાની અન્ડર ૧૯ વિનોદ માંકડ ટ્રોફી રમવા માટે પસંદગી કરાઈ છે જે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોની સ્ટેટ ટીમ તરફથી રમવા માટે જશે તાજેતરમાં માનવ અઘારા અન્ડર ૧૯ ની સૌરાષ્ટ્ર ટીમમાં સિલેક્ટ થયો છે અને સૌરાષ્ટ્ર ટીમ વિનોદ માંકડ ટ્રોફીની એક દિવસીય ટુર્નામેન્ટમાં બીસીઆઈઆઈની છે જેમાં ભાગ લેવા કલકત્તા જશે

માનવ અઘારા મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોનો અન્ડર ૧૯ ટીમનો વિકેટ કીપર અને બેટ્સમેન છે હાલમાં તે સૌરાષ્ટ્રની ટીમ સાથે જોઈન થયો છે અને સૌરાષ્ટ્રની ટીમના ખેલાડીઓ ટુર્નામેન્ટ માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે માનવ અઘારા અંગે એક્સેલ સ્પોર્ટ્સ એકેડેમીના કોચ અને મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોના હેડ કોચ નિશાંત જાનીએ જણાવ્યું હતું કે આ વર્ષે માનવ જી૧ ટુર્નામેન્ટમાં પણ સૌરાષ્ટ્ર તરફથી રમ્યો હતો અને હવે વિનોદ માંકડ ટ્રોફી જેનું બીસીસીઆઈ આયોજન કરે છે તેમાં રમવા માટે જવાનો છે

માનવ એક નેચરલ બેટ્સમેન અને ખુબ સારો વિકેટ કીપર છે છેલ્લા ઘણા સમયથી માનવ ૮ થી ૧૦ કલાક પ્રેક્ટીસ કરી રહ્યો છે ભારતની ક્રિકેટ ટીમમાં રમવા માંગતા ખેલાડીને ખુબ જ પ્રેક્ટીસ અને સમર્પણની ભાવના હોવી જોઈએ સાથે જ પરિવારનો સહયોગ પણ જરૂરી હોય છે કોઈ પણ તહેવાર કે મોજ મસ્તીને ૧૦ વર્ષ માટે ભૂલી જવી પડે છે તો જ ક્રિકેટ ક્ષેત્રમાં કરિયર બનાવી સકાય છે

કોચ નિશાંત જાની જણાવે છે કે ક્રિકેટમાં ખેલાડીઓ પુરતી મહેનત નથી કરતા અને બહાના બનાવતા રહે છે જેને સાઈડ પર મુકીને તનતોડ મહેનત કરીને માત્ર ક્રિકેટ પર ધ્યાન આપીએ તો ૧૦ વર્ષે પરિણામ મેળવી સકાય મોરબી ડીસ્ટ્રીકટ એસોના પ્રેસિડેન્ટ કાંતિભાઈ અમૃતિયાએ ખેલાડીને શુભકામનાઓ પાઠવી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર