મોરબીના મકનસર ગામે ખુનના ગુન્હાનો આરોપી ઝડપાયો
મોરબી: મોરબી તાલુકાના મકનસર ગામે પાણીના ટાંકા પાસે બનેલ ખુનના ગુન્હાના આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકાના નવા મકનસર ગામે રહેતા ગંગારામભાઇ ચકુભાઇ મકવાણા કોળી ઉ.વ.૭૨ એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે બપોરના સાડા ચારેક વાગ્યા પહેલા કોઇપણ વખતે આરોપી ગોરધનભાઈ તથા ફરીયાદીનો દિકરો પ્રકાશ તથા બીજા બે અજાણ્યા માણસો આરોપી ગોરધનભાઇના ટ્રેકટરમાં બેઠેલ હોય ત્યારે ગોરધનભાઈ સાથેના બે માણસોએ ફરીયાદીના દિકરા પ્રકાશને ટ્રેક્ટર ઉપરથી ફેકી દિધેલ અને આ ગોધરનભાઇએ ફરીયાદીના દિકરા પ્રકાશ ઉપર ટ્રેકટર ચડાવી દઇ ગંભીર ઇજા કરતા, પ્રકાશને સરકારી હોસ્પીટલ મોરબી સારવારમાં લઇ જતા ફરીયાદીનો દિકરો પ્રકાશ ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જેથી આરોપી ગોરધનભાઇ મગવાણીયા, (ટ્રેકટર વાળા) રહે. પ્રેમજીનગર તા.જી.મોરબી તથા તેની સાથેના બે અજાણ્યા માણસો વિરૂધ્ધ ખુનનો ગુન્હો રજીસ્ટર કરાવેલ હોય.
જેથી ખુનના ગુન્હામાં સંડોવાયેલ આરોપી ગોરધનભાઇ મગવાણીયા (ટ્રેકટર વાળા) રહે. પ્રેમજીનગર તા.જી.મોરબી વાળાની તપાસ કરતા આરોપી ગોરધનભાઇ સોમાભાઇ મગવાનીયા ઉ.વ.-૪૫ રહે. પ્રેમજીનગર હનુ માન મંદિર વાળી શેરી મકનસર તા-જી.મોરબી વાળો મળી આવતા આરોપીની પુછપરછ કરતા પોતે ગુન્હો કર્યાની કબુલાત આપતો હોય જેથી મજકુર આરોપીને ખુનના ગુન્હામાં અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.