મોરબીના મકનસર તથા રફાળેશ્વર ગામે બનેલ ચોરીના બે ગુન્હા ડીટેકટ કરી કુલ ત્રણ ચોરાવ બાઈક સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના રફાળેશ્વર તથા મકનસર ખાતે બનેલ મોટરસાયકલ ચોરીના બે અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરી, એક ઇસમને કુલ ત્રણ મોટરસાયકલ સાથે મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને બાતમી મળેલ કે મોરબી તાલુકા રફાળેશ્વર ગામ પાસે આવેલ ભુદેવ પાન પાસે આવતા એક ઇસમ મોટર સાયકલ સાથે ઉભેલ હોય જે શંકાસ્પદ જણાતા ઇસમને રોકી તેની પાસે રહેલ મોટર સાયકલ જોતા હીરો સ્પ્લેન્ડર નંબર પ્લેટ વગરનું હોય જેના કાગળો તથા આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહિ હોવાનું જણાવેલ જે તેણે ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનુ જણાતા જે મોટરસાયકલ બાબતે ઇ-ગુજકોપમાં સર્ચ કરતા આ મોટરસાયકલ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામેથી ચોરી થયેલ હોવાનુ જણાયેલ અને આ બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરીનો ગુન્હો રજીસ્ટર થયેલ હોય તેમજ તેની પાસેથી અન્ય બે મો.સા. હીરો સ્પેલન્ડર પ્લસ મળી આવતા જે મોટરસાયકલ પણ તેણે મકનસર તથા રફાળેશ્વર પાસેથી ચોરી કરેલ તે હોવાનું જણાવતો હોય તેની પાસેથી મળી આવેલ બે મોટરસાયકલ ચોરીના ગુનાના મુદામાલ તરીકે તેમજ ત્રીજુ મોટરસાયકલ ચોરી કે છળકપટથી મેળવેલ શકપડતી મિલ્કત તરીકે મળી આવતા ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-૧૦૬(૧) મુજબ કબજે કરી પકડાયેલ ઇસમ અશોકભાઇ ગાંડુભાઇ ઉધરેજા ઉવ-૩૫ રહે નવા વધાસીયા તા. વાંકાનેરવાળાની ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-૩૫(૧)(ઇ) મુજબ અટક કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.