મોરબીના મકનસર ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી તાલુકાના મકનસર ગામ પ્રેમજીનગર નેશનલ હાઇવે રોડ ઇટના ભઠ્ઠા પાસેથી ઇગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફને સંયુકતરાહે બાતમી મળેલ કે, “મોરબી તાલુકાના મકનસર પ્રેમજીનગર ગામે મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર સંજયભાઈ ઉર્ફે ધુડો રાતૈયાના ઇટોના ભઠ્ઠા પાસે સંજયભાઇ ઇંગ્લીશ દારુ સગેવગે કરવાની પેરવીમાં છે જે મળેલ ખાનગી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ જઈ રેઇડ કરતા એક ઇસમને ઇંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૭૮ કિં.રૂ.૪૭,૫૨૪/- નો મુદ્દામાલ કબ્જે કરી ઇસમ સંજયભાઇ ઉર્ફે ધુડો વિરજીભાઇ રાતૈયા (ઉ.વ.૨૮) રહે-નવા મકનસર તા.જી.મોરબીવાત્રા વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ.એ.પરમાર ચલાવી રહેલ છે.