મોરબીના મકનસર પ્રેમજીનગર ગામમાંથી ત્યજી દીધેલ બાળક મળી આવ્યું
મોરબી તાલુકાના મકનસર પ્રેમજીનગર ગામમાંથી તાજુ જન્મેલું ત્યજી દીધેલ જીવતુ બાળક મળી આવ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર પ્રેમજીનગર ગામે રહેતા જયેશભાઇ વેલજીભાઈ શેખવા (ઉ.વ.૩૫) એ આરોપી અજાણી સ્ત્રી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ઘરની પાછળ જમીન પર કોઇ અજાણી સ્ત્રી આરોપીએ પોતાની કુખે તાજુ જન્મેલ જીવતુ બાળકનો જન્મ છુપાવવાના ઇરાદે અસુરક્ષીત જગ્યાએ મુકી ત્યજી દીધું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ ગુન્હો નોંધી આરોપીની તપાસ હાથ ધરી છે.