મોરબીના મહેન્દ્રપરામાથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબીના મહેન્દ્રપરા -૨માથી સસ્તા અનાજની દુકાન પાસેથી બાઈક ચોરી કરી કોઈ અજાણ્યો ઈસમ લઈ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી મોચી ચોક મોંચીશેરીમા રહેતા માનવભાઈ ચંદુભાઈ ચાવડા (ઉ.વ.૨૪) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૧-૦૧-૨૦૨૪ ના રોજ આરોપીએ ફરીયાદીનુ હોન્ડા કંપનીનુ એક્ટીવા સ્કુટર રજીસ્ટર નંબર – જીજે.-૩૬-એ.એ.-૨૩૪૫ વાળુ સને ૨૦૨૩વાળુ કિં રૂ. ૮૦,૦૦૦ વાળું મોટરસાયકલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હતો. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર માનવભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.