મોરબીના મહેન્દ્રનગરમા યુવકને સાત શખ્સોએ ફટકાર્યો
મોરબી: મોરબીના મહેન્દ્રનગરમા એપાર્ટમેન્ટના એ.સી.નુ પાણી આરોપીના ઘરમાં પડતું હોય જે બાબતે યુવકને સાત શખ્સોએ ધોકા વડે ફટકાર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં દિવસે ને દિવસે મારામારીની ઘટનાઓ વધી રહી છે. અને નાની બાબતોમાં લોકો મારામારી પર ઉતરી આવે છે ત્યારે મોરબીના મહેન્દ્રનગરમા હનુમંત એપાર્ટમેન્ટ બ્લોક નં -૩૦૨મા રહેતા અશ્વિનભાઈ ઓધવજીભાઈ વરમોરા (ઉ.વ.૩૮) એ આરોપી ધવલ શેરશીયા, આષીશભાઈ આહિર, કેવલભાઈ ડાભી, ઉદયભાઈ શેરશીયા, જેરામભાઈ ડાભી, પ્રદિપભાઇ આહિર, ધ્રુવભાઈ પટેલ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે એપાર્ટમેન્ટના એ.સી.નુ પાણી આરોપી ધવલના ઘરમાં પડતું હોય જે બાબતે આરોપીઓ ફરીયાદીના ઘરે કહેવા ગયેલ અને બોલાચાલી ઝપાઝપી કરી ગાળાગાળી કરેલ હોર જેનો ખાર રાખી ફરી બીજી વાર ચાર આરોપીઓ શેરીમાં જઈ ફરીયાદીને ધોકા વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.