પાલીકાની પ્રિ-મોન્શુન કામગીરી પાણીમાં તણાણી
મોરબી: મોરબીમાં આજે બપોરે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.જેથી મોરબી શહેર પાણી પાણી થઇ ગયું હતું. મોરબીના રામ ચોક, શનાળા રોડ, લાતિ પ્લોટ, સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં તો મહેન્દ્રપરામા વરસાદના પાણી ઘરોમાં ભરાય જતા લોકો હેરાન થઈ ગયા હતા.
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેથી મેઘરાજા ગુજરાતના અનેક જીલ્લાઓને ધમરોળી રહ્યા છે ત્યારે સતત ત્રણ દિવસ ધીમી ધારે વરસતા મેઘરાજા આજે બપોરે મોરબી પર મેહરબાન થયા હતા અને મનમુકીને વરસ્યા હતા. મોરબી શહેરમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ પડતા પાલિકાની કાગળ પર કરેલ પ્રિ-મોનશુન કામગીરી ધોવાઈ ગઈ હતી. અને વિકાસની વાતો કરતી પાલીકાના વિકાસે વરસાદના પાણીમાં છોગુ કાઢ્યું હોય તેવુ લાગી રહ્યુ છે. તંત્રની બેદરકારીના કારણે મોરબી શહેરમાં ધોધમાર વરસાદ પડતા રામ ચોક, શનાળા રોડ, લાતિ પ્લોટમાં ઢીંચણ સમા પાણી ભરાયા હતા તો મહેન્દ્રપરામા વરસાદના પાણી લોકોના ઘરમાં ઘૂસી જતાં લોકો હેરાન થઈ ગયા હતા. ઉનાળામાં પ્રિ-મોન્સુન કામગીરીનો ડોળ કરતી પાલીકાની કામગીરી પાણીમાં તણાઈ ગઈ હતી. શું આ છે મોરબીનો વિકાસ ક્યારે તંત્ર જાગશે અને પોતાની કામગીરી કરશે જેથી લોકોને ચાલુ વરસાદે આશરો ગોતાવા બીજે ના ભટકવું પડે. શું તંત્ર દ્વારા આ વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવશે કે પછી નહી તે જોવુ રહ્યુ.

