મોરબીના મહેન્દ્રનગરમા દુકાનમાંથી વિદેશી દારૂની 29 બોટલો સાથે ત્રણ ઝડપાયા
મોરબી: મોરબીના મહેન્દ્રનગર ઘુંટુ રોડ પર શુભ કોર્પરેટ હબ દુકાન નંબર -૫૨૪માથી ઈંગ્લીશ દારૂની ૨૯ બોટલો સાથે ત્રણ ઈસમોને મોરબી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને મળેલ બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના મહેન્દ્રનગર ઘુંટુ રોડ પર આરોપીના કબ્જા ભોગવટવાળી શુભ કોર્પરેટ હબ દુકાન નંબર -૫૨૪મા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૨૯ કિં રૂ. ૯૩૩૦ ના મુદ્દામાલ સાથે આરોપી રાજેશભાઇ દલસુખભાઇ અઘારા ઉ.વ.૨૮ રહે. સી.એન.જી. પંપ સામે જીતેન્દ્રભાઇ પટેલના મકાનમાં મહેન્દ્રનગર મોરબી મુળગામ આસલપર તા.વીંછીયા જી.રાજકોટ, રાહુલભાઇ ભરતભાઇ વસાણીયા ઉ.વ.૨૫ રહે. ધર્મ મંગલ સોસા. મહેન્દ્રનગર તા.જી.મોરબી મુળગામ બગથળા તા.જી.મોરબી, તથા દિવ્યેશભાઇ બાબુભાઇ હરસોરા ઉ.વ.૨૦ રહે. હાઉસીંગ બોર્ડ ચબુતરા પાસે મોરબીવાળાને પોલીસે ઝડપી પાડયા હતા જ્યારે અન્ય એક શખ્સ મયુરભાઈ અશોકભાઈ બોરાણીયા રહે. માથક તા. હળવદવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.