મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે કારે હડફેટે લેતા માસુમ બાળકીનુ મોત
મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ નજીક રોડ પર કાર ચાલકે એક વર્ષની માસૂમ બાળકીને હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચતા બાળકીનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની અને હાલ મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે રહેતા અને છૂટક મજૂરી કરતા કાલુરામ સીતારામ બાવરીયા (ઉ.વ.૩૫) એ આરોપી કાર નંબર-જીજે-૩૬-એ.એલ.-૮૧૬૯ ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી પોતાના હવાલાવાળી કાર નંબર-જીજે-૩૬-એ.એલ- ૮૧૬૯ વાળી પુરઝડપે અને બેફીકરાઇથી માણસોની જીદગી જોખમાય તે રીતે ચલાવી નિકળતા ફરીયાદીની દિકરી દિવ્યા ઉ.વ ૧ વર્ષ વાળીને હડફેટે લઇ શરીરે ગંભીર ઇજાઓ પોહચાડતા સારવાર દરમ્યાન બાળકીનું મોત નિપજ્યું હતું જ્યારે આરોપી કાર ચાલક અકસ્માત સર્જી પોતાની કાર ચલાવી નાશી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.