મોરબીના મફતિયાપરામાંથી 72 લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયો
સપ્લાયરનું નામ ખુલતા તેની શોધખોળ, બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો.
મોરબી એલસીબી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે મોરબી-૨ શોભેશ્વર રોડ ઉપર આવેલ મફતિયાપરામાં પડતર ઓરડીમાં રેઇડ કરતા આરોપી નરેશભાઈ પરસોત્તમભાઈ ઘાટલીયા ઉવ.૩૨ રહે.ત્રાજપર ખારી યોગીનગર સોસાયટી વાળાને ૭૨ દેશી દારૂ સાથે પકડી લેવામાં આવ્યો હતો, આ સાથે પકડાયેલ આરોપીની પૂછતાછમાં દેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે આરોપી વિજયભાઈ કોળી રહે. નળખંભા તા.થાન વાળા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા, એલસીબી પોલીસે તેને પકડી લેવા તજવીજ શરૂ કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.