મોરબી: મોરબીના મફતીયાપરામાંથી યુવતી લાપત્તા બનતા ગુમશુદા યુવતીના પરીવારજનો દ્વારા ફરીયાદ નોંધાવાઈ.
મળતી માહિતી મુજબ મોરબી કુબેર ટોકિઝ પાછળ મફતીયાપરા શોભેશ્વર રોડ પર રહેતા નીલમબેન ધનશ્યામભાઈ વીરમગામા ઉ.વ. ૧૯વાળી કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલ જે આજદિન સુધી પરત ન ફરતા તેમના ભાઈ કરણભાઈ ધનશ્યામભાઈએ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

