મોરબીના માધાપર બે પક્ષો વચ્ચે મારમારી થતા સામસામે ફરીયાદ નોંધાઈ
મોરબી શહેરમાં આવેલ માધાપરમા રામજી મંદિર પાસે આવેલ રઘાભાઈ સથવારાની ઇસ્ત્રીની દુકાન પાસે બે પક્ષો વચ્ચે ધોકા,પાઈપ, છરી વડે મારમારી થઈ હતી બાદમાં બંને પક્ષો દ્વારા મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ મોરબીના માધાપરમાં અંબીકા રોડ પર શેરી નં -૦૨ હાર્ડવેદ દવાખાનાની બાજુમાં રહેતા અજયભાઈ હર્ષદભાઈ વરાણીયાએ આરોપી અવિનાશ મનાભાઇ કાઠીયા, કપીલભાઇ કોળી રહે. સોમૈયા સોસાયટી, લાલી રમેશભાઇ પરેશા તથા યશ ભગાભાઇ સથવારા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની સાળીની આરોપી અવિનાશે છેડતી કરેલ હોય તે બાબતે ફરીયાદી આરોપીને સમજાવવા જતા હોય ત્યારે આરોપી કપીલે છરી કાઢી આરોપીઓએ પકડી ફરીયાદીને છરી વડે ઇજા કરેલ ત્યારે ફરીયાદીના માતા છોડાવવા જતા તેમને ધોકા વડે મારમાર્યો હોવાની આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.
જ્યારે સામા પક્ષે મોરબીના વાવડી રોડ પર સોમૈયા સોસાયટી રેવા પાર્ક શેરી નં -૦૩મા રહેતા કલ્પેશભાઈ ધીરુભાઈ દેગામા (ઉ.વ.૨૩) એ આરોપી જય મુકેસભાઇ પાટડીયા રહે સોમેયા સોસાયટી મોરબી તથા અજયભાઇ હકાભાઇ વરાણીયા અને વિજય હકાભાઇ વરાણીયા રહે. બન્ને. માધાપર અંબીકા શેરી મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાહેદો ઇસ્ત્રીની દુકાને હતા એ દરમિયાન આરોપી જય ફરિયાદીને સામે કાતર મારી જોતા ફરિયાદીએ તેને ટોકતા આરોપી ઉશ્કેરાઇ જતા તેને ગાળો આપી જતો રહેલ બાદ આ આરોપીઓ પરત આવી ફરીયાદી સાથે જગડો કરવા લાગેલ અને ફરીયાદીને ધોકા વડે માર મારતાં હોય ત્યારે સાહેદ રાહુલ વચ્ચે પડતા રાહુલને પણ માર મારી સાહેદના વાહનમાં નુકસાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવી છે.
બંને પક્ષો દ્વારા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.