મોરબીના માધવ માર્કેટ પાસેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી શહેરમાં દિવસ ને દિવસે બાઈક ચોરીની ઘટના વધતી જઈ રહી છે ત્યારે મોરબીના શનાળા રોડ પર આવેલ માધવ માર્કેટ પાસે રંગોલી આઇસ્ક્રીમ નજીકથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ પર આવેલ પ્રમુખસ્વામી સોસાયટીમાં ઓમ પેલેસમાં ફ્લેટ નં -૩૦૩ માં રહેતા નિલેશભાઈ ચતુરભાઈ બારૈયાએ (ઉ.વ.૩૧) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના શનાળા રોડ પર આવેલ માધવ માર્કેટ પાસે રંગોલી આઇસ્ક્રીમ નજીકથી અજાણ્યા આરોપીએ ફરીયાદીનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૩-એસી-૮૮૮૪ જેની કિંમત રૂ. ૫૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.