Saturday, January 18, 2025

મોરબીના લાયન્સનગરમા મહિલા પર હુમલો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી નવલખી રોડ લાયન્સનગરમા મહિલા રહે છે તે એપાર્ટમેન્ટના વપરાશનું ગંદું પાણીથી ગટર ઉભરાતા બહારના રોડ પર નિકળતા જે બંધ કરાવવા મહિલાને કહી ઝઘડો કરી ગાળો આપી, ઢીકાપાટુ વડે માર માર્યો હતો. આ બનાવ અંગે મહિલાએ આરોપી શખ્સ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી નવલખી રોડ લાયન્સનગર શીવ આરધના એપાર્ટમેન્ટ પ્રથમ માળ બ્લોક નં -૨૨મા રહેતા લીનાબેન શૈલેષભાઇ રાવલ (ઉ.વ.૪૧) એ આરોપી રાજુભાઇ હિતેશભાઈ રબારી રહે. મોરબી નવલખી રોડ લાયન્સનગર વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૫-૦૬-૨૦૨૩ ના રોજ ફરીયાદી તથા આરોપીના રહેણાંક નજીક નજીક આવેલ હોય ફરીયાદી રહે છે તે એપાર્ટમેન્ટના વપરાશનુ ગંદુ પાણી ગટર ઉભરાતા બહાર રોડ પર નીકળતા જે બંધ કરવા બાબતે આરોપીએ ફરીયાદીને કહી ઝઘડો કરી ગાળો બોલી ઝપાઝપી કરી પાછાડી દઇ ફરીયાદીને ડાબા પગે ઢીંચણ પર પગથી પાટુ મારી ઢીંચણના હાડકામાં ફેક્ચર કરી ફરીયાદી તથા તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર લીનાબેને આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૩,૩૨૫,૫૦૪,૫૦૬(૨) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર