મોરબીના લીલાપર રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા
મોરબી શહેરમાં બારેમાસ શ્રાવણ હોય તેમ લોકો જુગાર રમી રહ્યા છે ત્યારે મોરબીના લીલાપર રોડ પર સરકારી આવાસ યોજના પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દારૂ તથા જુગારની પ્રવૃત્તિઓ નિસ્ત નાબુદ કરવા માટે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબીના લીલાપર રોડ પર આવાસ યોજના પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો ભરતભાઇ રમેશભાઇ બાટી (ઉ.વ.૨૪) રહે. લીલાપર રોડ, કડિયાવાસ જી.મોરબી, સની નીતીનભાઇ કાંજીયા (ઉ.વ.૨૧) રહે. ચાર માળીયા, લીલાપર રોડ જી.મોરબીવાળો, સની વિજયભાઇ ડાભી (ઉ.વ.૧૯)રહે. ચાર માળીયા, લીલાપર રોડ, જી.મોરબી તથા આફતાફ હાજીભાઇ સમા જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ ૧૯૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૨ કિં રૂ.૧૦,૦૦૦ ગણી કુલ કિં રૂ. ૧૧,૯૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.