મોરબીના લીલાપર ગામેથી વિદેશી દારૂની 132 બોટલો સાથે બે ઝડપાયાં
મોરબી તાલુકાના લીલાપર ગામના ઝાપા પાસે રાજવીર વાળા રસ્તેથી વિદેશી દારૂની ૧૩૨ બોટલો સાથે બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના લીલાપર ગામના ઝાપા પાસે રાજવીર વાળા રસ્તે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૩૨ કિં રૂ. ૧૧,૬૧૬ ના મુદ્દામાલ સાથે આરોપી ભરતભાઇ તુલસીભાઇ રાઠોડ (ઉ.વ.૨૧) રહે. લીલાપર અનુ.જાતી વાસ તા.જી.મોરબી તથા અમિતભાઇ જગદીશભાઇ પરમાર (ઉ.વ.૨૩) રહે. ગોકુલ રેસીડેન્સી,લીલાપર રોડ તા.જી. મોરબીવાળાને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.