મોરબીના લિલાપર ચોકડી પાસે આધેડ પર બે શખ્સોનો ધારીયા વડે હુમલો
મોરબીમાં રહેતા આધેડની જમીન આરોપીના કારખાના પાસે આવેલ હોય અને તે જમીન બાબતે બે વર્ષથી કોર્ટમાં દાવો ચાલુ હોય તેમ છતા આરોપી જમીન પર દબાણ કરી બેઠલ હોય જે સ્થીત જોવા આધેડ જતા આધેડને મોરબી તાલુકાની લિલાપર ચોકડી પાસે જઈ તું કેમ અમારા કારખાના પાસે આવે છે તેમ આધેડ પર ધારીયા વડે હુમલો કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર ઉમીયા ચોકમાં જમનિ એપાર્ટમેન્ટ ફ્લેટ નં -૫૦૨ માં રહેતા ધર્મેન્દ્રભાઇ ભગવાનજીભાઈ દેત્રોજા (ઉ.વ.૪૬) એ આરોપી દિવ્યેશભાઈ કાંતિલાલ સોરીયા રહે. મોરબી તથા એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિની જમીન આરોપીના કારખાનાની પાસે આવેલ હોય અને તે જમીન બાબતે બે વર્ષથી કોર્ટમાં દાવો ચાલુ હોય તેમ છતા આરોપીઓ ફરીયાદિની જમીનમાં દબાણ કરતા હોય જેથી ફરીયાદી જમીનની સ્થિતી જોવા જતા આરોપીને સારૂ નહીં લાગતા તેની સાથે આરોપીને લઇ લીલાપર ચોકડી પાસે આવેલ ખોડીયાર બેટરી પાસે જઇ આરોપીએ ફરીયાદિને કહેલ કે તમે અમારા કારખાના પાસે કેમ આવેલ હતા તેમ કહી ધારીયાનો ઉંધો ભાગ ફરીયાદિને ડાબા હાથના બાવડાના ભાગે મારી મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.