મોરબીના લીલાપર કેનાલ રોડ પરથી છ બીયર ટીન સાથે ચાર ઝડપાયા
મોરબી: મોરબીના લીલાપર કેનાલ રોડ શ્યામ ગ્લાસવેર નજીક રોડ પર સ્વિફ્ટ કારમાંથી છ બીયર ટીન સાથે ચાર શખ્સોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન આરોપી નિર્મળભાઇ ભગવાનજીભાઇ બરબસીયા ઉ.વ.૩૬ રહે. નાનીવાવડી સતનામ સોસાયટી મોરબી, અમીતભાઇ ધનજીભાઇ શેરશીયા ઉ.વ.૩૫ રહે.મોરબી રવાપર ગામ રામજીમંદીર પાસે, લાખાભાઇ દેવાનંદભાઇ ગોગરા ઉ.વ.૫૦ રહે. મોરબી નાનીવાવડી કેનાલ પાસે સતનામ સોસાયટી, ચેતનભાઇ ગંગારામભાઇ પારેજીયા ઉ.વ.૩૦ રહે. નવાબસસ્ટેન્ડ પાસે ક્રિષ્ના એપાર્ટમેન્ટ મોરબીવાળાની કબ્જા ભોગવટા વાળી સ્વિફ્ટ કાર રજીસ્ટર નંબર – જીજે-૦૩-સીએ-૫૨૮૧ કિં રૂ.૨,૦૦,૦૦૦ વાળીમાથી બિયરટીન નંગ -૦૬ કિં રૂ. ૬૬૦ મળી કુલ કિં રૂ.૨,૦૦,૬૬૦ ના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.