Thursday, January 16, 2025

મોરબીના લીલાપર રોડ પર યુવકને ચાર શખ્સોએ મુંઢમાર માર્યો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના લીલાપર રોડ પર યુવક હનુમાનજીના મંદિરે ગયો હોય ત્યારે બે શખ્સોએ યુવકને અહી કેમ આવ્યો છો તેમ કહી ગાળો આપી માર મારેલ તથા અન્ય બે શખ્સોએ આવી યુવકને ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ સબ જેલની બાજુમાં હનુમાન મંદિર સામે રહેતા જયેશભાઇ હમીરભાઇ ખાંભલા (ઉ.વ.૩૪) એ આરોપી વિક્રમભાઇ છગનભાઇ જારીયા, વિજયભાઇ ભગવાનજીભાઇ જારીયા, છગનભાઇ ટપુભાઇ જારીયા, જેઠાભાઇ ટપુભાઇ જારીયા રહે બધા બોરીચા વાસ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૭-૦૯-૨૦૨૩ ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યાના સુમારે ફરીયાદી મંદીરે ગયેલ હોય ત્યારે આરોપી વિક્રમભાઈ તથા આરોપી વિજયભાઈએ અહીયા કેમ આવેલ છો તેમ કહી ગાળો આપી ઢીક્કાપાટુનો મારેલ દરવાજાની બાજુમા આવેલ સીમેંન્ટ બાકળા ઉપર પછાડેલ અને આરોપી છગનભાઇ અને (૪) જેઠાભાઈએ આવીને ફરીયાદીને શરીરે તથા છાતીના ભાગે ઢીક્કાપાટૂનો મુંઢમાર મારેલ હોય અને ફરીયાદીને માથાના ભાગે તથા શરીરે સામાન્ય ઇજા તથા નાકના ભાગે ફેકચર જેવી ઇજા કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર જયેશભાઇએ ચારે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૩૨૫,૫૦૪,૧૨૪, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર