મોરબીના લાતી પ્લોટમાંથી વિદેશી દારૂની 11 બોટલ ઝડપાઇ; આરોપી ફરાર
મોરબી શહેરમાં દારૂની હેરાફેરી દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે મોરબીના લાતી પ્લોટ શેરી નં -૧૧મા જોન્સનગરના ઢાળીયા પાસે વિદેશી દારૂની ૧૧ બોટલ કિં રૂ. ૭૭૦૦ નો મુદ્દામાલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના લાતી પ્લોટ શેરી નં -૧૧મા જોન્સનગરના ઢાળીયા પાસે વિદેશી દારૂની બોટલ નંગ -૧૧ કિં રૂ. ૭૭૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી જ્યારે આરોપી ઇમરાન ઉર્ફે નાનકો સલીમભાઈ કટીયા રહે. લાતીપ્લોટ શેરી નં -૧૧ જોન્સનગરના ઢાળીયા પાસે મોરબીવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ફરાર દર્શાવી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.