Thursday, October 31, 2024

મોરબીના લાતિ પ્લોટમાં લાલજી મૂળજી ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી દારૂની 848 બોટલો ઝડપાઇ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી શહેર લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં રાખેલ પ્લાસ્ટીકના ડ્રમમાંથી ઇંગ્લીશ દારૂની અલગ – અલગ બ્રાંડની નાની-મોટી બોટલો નંગ-૮૪૮ કિ.રૂ.૨,૫૪,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૨.૫૭,૫૦૦/- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.

મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફ દીવાળી તહેવાર અનુસંધાને સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફને સયુંકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, મોરબી લાતી પ્લોટ શેરી નં-૫ માં આવેલ લાલજી મુળજી ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં કુલ-૭ પ્લાસ્ટીકના ડ્રમ આવેલ છે અને આ પ્લાસ્ટીકના ડ્રમમાં ઇંગ્લીશ દારૂ ભરેલ છે જે દારૂ મો.નં.૮૪૦૧૧ ૫૯૨૮૭ વાળાએ મંગાવેલ છે અને હાલે તે આ દારૂનો જથ્થો ભરવા આવનાર છે જે ચોકકસ બાતમીના આધારે રેઇડ કરતા વિદેશી દારૂની બોટલ નંગ -૮૪૮ કિં રૂ. ૨,૫૪,૦૦૦ તથા પ્લાસ્ટિકના ડ્રમ નંગ -૦૭ કિં રૂ. ૩૫૦૦ મળી કુલ કિં રૂ. ૨,૫૭,૫૦૦ નો મુદામાલ મળી આવતા મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર