મોરબીના લાલપર ગામેથી દેશી દારૂથી ભરેલ આઇ-20 કાર ઝડપાઈ
મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામની સીમ, શૈલેષ કાંટા પાસેથી દેશીદારૂનો મસમોટો જથ્થો ભરેલ હ્યુન્ડાઇ આઇ-૨૦ કાર સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેકટરએ સર્વેલન્સ સ્ટાફ સાથે આજે મોરબી તાલુકાના લાલપર ગામની સીમ, શૈલેષ કાંટા પાસેથી ૫૦૦ લીટર દેશી દારૂ ભરેલી હ્યુન્ડાઇ આઇ-૨૦ કાર સહીત કિ.રૂ.૨,૧૦,૦૦૦/- મુદામાલ સાથે એક ઇસમ સલીમભાઇ બાબુભાઇ વિકીયાણી ઉ.વ.૩૬, રહે. સરાયા, તા.ટંકારાવાળાને પકડી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ માલ મંગાવનાર મુસ્કાનબેન અબ્બાસભાઇ કટીયા રહે. મોરબીવાળાનુ નામ ખુલતા આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન ધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની તપાસ પો.સ.ઇ. વી.જી.જેઠવાનાઓ ચલાવી રહેલ છે.