મોરબીના લાલપર ગામ નજીક કારે અડફેટે લેતાં બાઈક સવારનું મોત
મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામથી આગળ બાપા સીતારામ મઢુલી પાસે કારે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ.
મળતી માહિતી મુજબ મોરબી માળીયા ફાટક પાસે ભરતનગર મફતિયાપરા વિસ્તાર ખોડીયાર માતાજીના મંદિર પાસે રહેતા વસંતપરી ઉમેદપરી ગોસાઈ (ઉ.વ.૪૮) એ આરોપી સ્વીફ્ટ કાર રજીસ્ટર નંબર -GJ-03-HA-0268 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૨-૧૨-૨૦૨૩ ના રોજ કોઈ પણ સમયે આરોપીએ પોતાના હવાલાવાળી સ્વીફટ કાર રજીસ્ટર નંબર -GJ- 03- HA- 0268 વાળી લાલપર ગામ તરફથી આવતા સર્વિસ રોડ ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી આવી બાઈક સવાર ફરીયાદીના ભાણેજના એફ.ઝેડ મો.સા રજીસ્ટર નંબર-GJ- 36-AG-8810 વાળા સાથે એકસીડન્ટ કરી ફરીયાદીના ભાણેજને માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી સ્થળ ઉપર મોત નીપજાવી તથા મોટરસાયકલની પાછળ બેસેલ વ્યક્તિને માથાના ભાગે તથા ડાબા સાથળના ભાગે તથા જમણા ખભાના ભાગે ફેકચર જેવી ઇજા પહોચાડી એકસીડન્ટ થયા અંગેની નજીકના પોસ્ટેમા જાણ નહી કરી પોતાના હવાલા વાળી સ્વીફટ કાર સ્થળ ઉપર મુકી નાશી ગયો હતો. આ બનાવ અંગે ભોગ મૃતકના મામાંએ આરોપી કાર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૩૭,૩૩૮,૩૦૪(અ), તથા એમ.વી.એક્ટ કલમ -૧૭૭, ૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
