મોરબીના લીલાપર રોડ પરથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબીના લિલાપર રોડ ગુજરાત સ્લમ બોર્ડ બ્લોક નં -૩૫ની સામે શેરીમાં જાહેર રોડ પરથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર ગુજરાત સ્લમ બોર્ડ બ્લોક નં -૩૫ મનહર નળીયાના કારખાનાની સામે રહેતા જયેશભાઇ બચુભાઈ ગોસ્વામી (ઉ.વ.૫૦) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૦-૦૨-૨૦૨૪ થી ૨૧-૦૨-૨૦૪ સુધીમાં કોઈ અજાણ્યા ચોર આરોપીએ ફરીયાદીની માલીકીનુ હીરો મોટોકોર્પ એલ.ટી.ડી. કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઈકલ રજી.નં.GJ.11.CK.7331 સને ૨૦૨૩ ના મોડલનું કિ.રૂ.૫૦,૦૦૦/- વાળુ કાળા કલરનું મોટર સાયકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ જાહેર જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ ગયો હતો. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર જયેશભાઇએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.