મોરબીના લાલપર ગામે ગોડાઉનમાં મીઠાની આડમાં છુપાવેલ વિદેશી દારૂની 5448 બોટલો ઝડપાઈ
મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં લાલપર એસ્ટેટ શ્રીરામ ગોડાઉનમાં મીઠાની આડમાં છુપાવેલ વિદેશી દારૂની ૫૪૪૮ બોટલો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી છે આરોપીઓ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ જીમીતભાઈ શંકરભાઈ પટેલ રહે. હરીઓમ સોસાયટી સુખરામનગર, ગોમતીપુર અમદાવાદ (ગોડાઉન ભાડે રાખનાર) તથા રમેશભાઈ પુંજાભાઈ પટણી રહે. ચિત્રોડ તા. રાપર જી – કચ્છ (ગોડાઉન સંચાલક) વાળાએ પોતાના કબ્જા ભોગવટાવાળા શ્રીરામ ગોડાઉનમાં મીઠા (નમક) ની બોરીઓની આડમાં ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની ૧૮૦ મી.લી. ઇગ્લીશ દારૂની કૂલ બોટલ નંગ-૫૩૦૪ કિં.રૂ.૫,૩૦,૪૦૦/- તથા Goa Special Whisky ની ૭૫૦ મી.લી.ની ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૧૪૪ કિં.રૂ.૪૩,૨૦૦/- મળી કૂલ બોટલ નંગ-૫૪૪૮ કિં.રૂ.૫,૭૩,૬૦૦/- તથા મીઠુ ભરેલ બોરી નંગ-૪૫૦ મળી કૂલ રૂ.૫,૭૩,૬૦૦/ નો મુદ્દામાલ રેઇડ દરમ્યાન મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ સ્થળ પર હાજર નહીં મળી આવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહી એક્ટ કલમ -૬૫(એ)(ઇ),૧૧૬(બી), ૮૧ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.