મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ કેનાલમાં ડુબી જતાં યુવકનું મોત
મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ મીલેનીયમ પેપર મીલ કારખાના પાસે આવેલ કેનાલમાં કોઈ કારણસર ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ કાલુભાઇ બાબુભાઇ મોટકા ઉવ-૪૪ રહે મીલેનીયમ પેપર મીલ કારખાના પાસે આવેલ પાણીની કેનાલમા લાલપર ગામ સીમ મોરબી વાળાનુ ગત તા.૨૫/૦૪/૨૪ ના રોજ મીલેનીયમ પેપર મીલ પાસે આવેલ પાણીની કેનાલમા કોઇ કારણસર ડુબી જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.