મોરબીના લાલપર ગામે સિરામિક કારખાનામાં નીચે પટકાતાં મહિલાનું મોત
મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં સિરામિક કારખાનામાં ફિલ્ટર પ્રેસ વિભાગ પર ચડી કામ કરતી વખતે નીચે પટકાતાં મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના લાલપ ગામની સીમમાં લોરેન્જો સિરામિકના કારખાનામાં રહેતા અને મજુરી કરતા રેખાબેન રાજેશભાઈ ખારોલ ઉ.વ.૨૯વાળા લોરેન્જો સિરામિકના કારખાનાના ફિલ્ટર પ્રેસ વિભાગ ઉપર ચડી મજુરી કામ કરતા હતા ત્યારે અકસ્માતે પગ લપસી નીચે પટકાતાં માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજા પહોંચતા રેખાબેન નામની મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.