મોરબીના લાલપર ગામ નજીકથી પોશડોડાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી તાલુકા વિસ્તારના લાલપર ગામ નજીક નેશનલ હાઇવે રોડ પરથી તથા રહેણાંક મકાનમાં છુપાવેલ પોશડોડાના જથ્થા સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એસ.ઓ.જી. ટીમને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળેલ કે, માધાભાઇ કારાભાઇ ટોયેટા રહે. સૌમૈયા સોસાયટી, વાવડી રોડ, મોરબી વાળો પોતાના કબ્જા ભોગવટાવાળા CD DELUXE મોટરસાયકલ રજીસ્ટર નં:-GJ-36-AG-1845 વાળા મોટર સાયકલના હુકમાં થેલીઓમાં ગેર કાયદેસર રીતે માદક પદાર્થ પોસડોડાનો જથ્થો લઇ પોતાના કબજામાં રાખી પોતાના ગ્રાહકોને વેચાણ કરવા માટે મકનસર તરફથી મોરબી તરફ આવનાર છે. તેવી મળેલ બાતમી આધારે પોલીસ સ્ટાફ સાથે લાલપર ગામ નજીક આયકર વિભાગની કચેરી સામે નેશનલ હાઇવે રોડ પર વોચ તપાસ દરમ્યાન સર્વીસ રોડ પર બાતમી મુજબનો ઇસમ વનસ્પતી જન્ય માદક પદાર્થ પોશડોડાના જથ્થા સ્થળ પર મળી આવતા તેમજ તેની વધુ પુછપરછ કરતા પોતે વધુ પોશડોડાનો જથ્થો પોતાના કબજા ભોગવાટા વાળા રહેણાંક મકાન સૌમૈયા સોસાયટી, વાવડીરોડ, મોરબી ખાતે રાખેલ હોવાનુ જણાવતા આરોપીના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં ઝડતી તપાસ કરતા ઇસમ પાસેથી પોશડોડાનો જથ્થો વજન ૩ કિલો ૧૯ ગ્રામ જેની કિ.રૂ.૯,૫૭૦/ તથા પોશડોડાના પાવડરનો જથ્થો વજન ૧ કિલો ૨૧૦ ગ્રામ જેની કિ.રૂ.૩૬૩૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપીયા -૭૨,૭૦૦/- મુદ્દામાલ જપ્ત કરી એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮ (સી), ૧૫(બી) મુજબની કાર્યવાહી કરી ઇસમને ધોરણસર અટક કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
